અરવલ્લી જીલ્લાના માલપુર લુણાવાડા હાઇવે પર ગલીયાદાંતી ગામની સીમમાં એક સ્કોડા કારમાંથી ૩૪૦ કિગ્રા શંકાસ્પદ ગૌમોસના જથ્થા સાથે એક મહિલા સહિત બે કસાઈઓ માલપુર પોલીસે ઝડપ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પ્રાપ્ત વિગતો મુજબ માલપુર લુણાવાડા હાઇવે પર ગલીયાદાંતી ગામની સીમ માલપુર પોલીસ ના માણસો વાહન ચેકિંગમાં હતા ત્યારે એક શંકાસ્પદ સ્કોડા કાર ચેક કરતાં તેમાંથી ૩૪૦/- કિ.ગ્રા. શંકાસ્પદ ગૌમાસનો જથ્થો ઝડપાઈ ગયો હતો સ્કોડા કાર નં. જીજે 0૬ ડી ક્યુ ૦૭૦૦. ની અંદર મીણીયાની થેલીઓમાં શંકાસ્પદ પશુનું માંસ ભરી ગેરકાયદે હેરાફેરી કરતા હતા.
માલપુર પોલીસે ૩૪૦ કિગ્રા શંકાસ્પદ માંસ કિંમત રૂપિયા ૩૪,૦૦૦/-તથા સ્કોડા કાર, મોબાઈલ સહિત કુલ મુદામાલ રૂપિયા ૪,૪૦,૩૬૦/-સાથે આરોપીઓ (૧) મોહમ્મદ જાવેદખાન અબ્દુલસલામ પઠાણ ( ૨) શબાના અલ્તાફ પઠાણ. બંને. રહે. અલફેસાની સોસાયટી, ડુગરવાડા રોડ, મોડાસાને ઝડપી લઈ માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી