શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની નવા મહેલાણ પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શહેરા પોલીસ મથકની મુલાકાત લીધી હતી.
શહેરા ખાતે આવેલા પોલીસ મથકની નવા મહેલાણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઓ મુલાકાત લીધી હતી.તેઓ પોલીસની કામગીરીથી વાકેફ થયા હતા. પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ મથકની નવા મહેલાણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. પોલીસ વિભાગ કઈ રીતે કામગીરી કરે છે તેની માહીતી મેળવી હતી. પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા બંદુક સહિતના હથિયારો બતાવાયા હતા.પીઆઈ રાહુલ રાજપુત દ્વારા વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં પોલીસમા કેટલા વિદ્યાર્થી જવાના છે તેમ કહી પ્રશ્નો પુછવામા આવ્યા હતા.સાથે સાથે વિધાર્થીઓને ધ્યાન લગાવીને અભ્યાસ કરી ભવિષ્ય ઉજ્જવળ બનાવાના શુભાશિષ પાઠવાયા હતા. વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા.