ભિલોડા,તા.૨૮
અરવલ્લી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, અરવલ્લી જીલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસરની પ્રેરણા અને ભિલોડા તાલુકા આરોગ્ય કચેરીના અધિકારી ડો. વિમલકુમાર સી. ખરાડીની રાહબરી હેઠળ શ્રી પુજ્ય એલ.એલ.ભટ્ટ – હાઈસ્કુલ, ભેટાલીમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત જન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ભેટાલી હાઈસ્કુલ – આચાર્ય યોગેશભાઈ એન. પટેલ, સમગ્ર સ્ટાફ પરિવાર, સબ સેન્ટર ભેટાલીનો આરોગ્ય વિભાગનો સ્ટાફ પરિવાર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકા આરોગ્ય કચેરી, ભિલોડાના તાલુકા હેલ્થ સુપરવાઈઝર મારફતે તમાકુ અને તેના સેવનથી ઉભી થતી બીમારીઓ, જીવલેણ રોગો, શારીરિક નુકસાન, આર્થિક નુકસાન, સામાજિક નુકસાન સહિત તમાકુ છોડવાથી થતા ફાયદાઓ તમાકુ છોડવા અંગેના વિશેષ ઉપાયો વિશે અને છેલ્લે તમાકુનો ઉપયોગ ન કરવાનો સ્વર્ણિમ સંકલ્પ લેવડાવ્યો હતો.ભેટાલી હાઈસ્કુલનો વિસ્તાર તમાકુ મુક્ત જાહેર કર્યો હતો.