હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ નગરમાં ખોરાક ઔષધ નિયમનતંત્ર ગોધરા દ્વારા ખાણીપીણી અને ફાસ્ટફુડની દુકાનો પર તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા ચાર જેટલા શંકાસ્પદ નમુનાઓ લઈને ગુજરાત રાજ્ય ફુડ લેબોરેટરીમાં મોકલાયા હતા. કેટલીક દુકાનો પર અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.ફુડ વિભાગના તપાસને પગલે ફુડ સ્ટોલો ધરાવનારા દુકાનદારોમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરા દ્વારા હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ બગીચા વિસ્તાર, કંજરી રોડ, અને બસ-સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ-૬૬ ખાણીપીણીની લારીઓ તથા ફાસ્ટ ફુડની દુકાનોમાં ઓચીતું ચેકીગ હાથ ધરવામા આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુકાનોમાંથી જાણીતી બ્રાન્ડની ચા તેમજ પાઉભાજીમા શાકના મળીને કુલ 4 નમુના લેવામા આવ્યા હતા. આ નમુના ગુજરાત રાજ્યની ફડ વિભાગની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.સાથે સાથે ફુડ વિભાગ દ્વારા તેલનુ ટીપીસી પણ તપાસ કરવામા આવ્યુ હતુ. સાથે26 કિલો બીન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો તેમજ 8 કિલો ન્યુઝ પેપર કે જેમા નાસ્તો પીરસવામા આવતો હતો. તેનો સ્થળ પર નાશ કરવામા આવ્યો હતો. સાથે સાથે ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ ફુડ રજીસ્ટ્રેશન મેળવી લેવા અને સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોય નોટીસ ફટકારવામાં આવી હતી.
હાલોલ ખાતે જીલ્લા ફુડ વિભાગ દ્વારા ખાણીપીણીની અને ફાસ્ટ ફુડની દુકાનો પર ચેકીંગ, બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -