મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામે છોકરી ભગાડી જવાની અદાવતે તાલીબાની સજા, છોકરાની માતાને નિવસ્ત્ર કરીને ગામમા ફેરવી,ઝાડ સાથે બાંધીને માર માર્યો, પોલીસે 6 આરોપીઓની કરી અટકાયત કરી
પંચમહાલ જીલ્લાના મોરવાહડફ તાલુકાના ભંડોઈ ગામે છોકરી ભગાડી જવાની અદાવતે છોકરી પક્ષના વ્યક્તિઓએ મહિલાને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી માર મારી ગામમાં ફેરવી તાલીબાની સજા કરતા આખરે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોધીને કાર્યવાહી કરી છે. જેમા આ ગુનામા સામેલ પાંચ મહિલા અને એક પુરુષ સહિત 6 વ્યક્તિઓ સામે ગુન્હો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોરવા હડફ તાલુકાના ભંડાઈ ગામે રહેતી એક મહિલાને તે જ ગામની મહિલા અને એક પુરૂષ એમ 6 જેટલા વ્યક્તિઓએ ફરિયાદી મહિલાના ઘરે પ્રવેશ કરી “તને વહુ કરતા આવડે છે,તારો છોકરો અમારી છોકરીને ભગાડી લઈ ગયો છે” તેમ કહી માં બહેન સમાણી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી મહિલાનાકપડાં કાઢી નિર્વસ્ત્ર કરી ઘરમાંથી ઘસડી જઈ ઝાડ સાથે બાંધી દીધી હતી. ફરિયાદી મહિલાના હાથ,પગ દોરડા વડે બાંધી “છોકરી પાછી લાવી આપો નહીં તો તને જીવતી છોડીશું નહીં, તારે વહુ જોઈએ છે, વહુના રોટલા ખાવા છે” તેમ કહી ફરિયાદી મહિલાને માં બહેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી અપશબ્દો બોલી ગામમાં નિર્વસ્ત્ર કરેલ હાલતમાં વરઘોડો કાઢવાનો છે અને હાથ પગ તોડી નાખી મારી નાખવાની છે તેવી ઉશ્કેરણી કરી ફરિયાદી મહિલાને ઝાડ સાથેથી છોડી નિર્વસ્ત્ર હાલતમાં મારતા મારતા ગામના ફળિયામાં ફેરવી હતી સમગ્ર બાબતે ફરિયાદી મહિલા એ મોરવાહડફ પોલીસ મથકે છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.