ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યો છે રવિ પાક તૈયાર થઈ ખેતરમાં લહેરાઇ રહ્યો છે અને ઘઉં સહિત લણણીની કામગીરીમાં ખેડૂતો જોતરાયા છે ત્યારે હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહિત 9 જીલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ છે ખેતીવાડી વિભાગે ખેડૂતોને ખેતરમાં કાપણી કરેલ પાકને સલામત સ્થળે ખસેડવા અને તાડપત્રીથી ઢાંકી દેવા તેમજ ખેતી પાક બગડે નહીં તે માટે માટીનો પારો કરવા તેમજ જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ન કરવા તાકીદ કરી છે.
અરવલ્લી જીલ્લા સહિત રાજ્યમાં હવામાન વિભાગે 1 થી 3 માર્ચ દરમિયાન ભારે થી હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. 1 માર્ચે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના શહેરમાં કમોસમી વરસાદ રહેશે. આ સાથે અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિત શહેરમાં કમોમસી વરસાદ રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર રહેશે.
ગુજરાતમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટરબન્સ 1 માર્ચે એ સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10 થી 12 કિમીની ઝડપે પવન રહેશે.