અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામની પીએમશ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ- ડેની ઉજવણી તથા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવેની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેમ શાળાના ધોરણ- 5 થી 8ના 140 વિદ્યાર્થીઓએ ભાગ લઇ 33 કૃતિઓ તેમજ લર્નિંગ બાય ડુઈંગની એક્ટીવીટીઓ રજૂ કરવામાં આવી હતી
પીએમશ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં ચાલતી એક ભારત શ્રેષ્ઠ ભારત, ભાષા કોર્નરની પ્રવૃત્તિઓનું પણ આ તબક્કે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સહયોગ કુષ્ઠ રોગ સંસ્થા રાજેન્દ્રનગર દ્વારા અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જીલ્લા શિક્ષણાધિકારી નૈનેશ દવેએ શાળામાં નિષ્ઠા અને ખંતપૂર્વક ફરજ બજાવતા વિજ્ઞાન શિક્ષકો જાગૃતિબેન ચાવડા અને ભાવનાબેન પટેલ તેમજ ઈનોવેટિવ ટીચર સોનલબેન સોલંકીને સાલ અને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી આશિષભાઈ પટેલ, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર ચંદનબેન, બીઆરસી કોઓર્ડીનેટર હાર્દિકભાઈ પટેલ તથા સીઆરસી કોઓર્ડીનેટર વરૂણભાઇ પટેલે ઉપસ્થિત રહી સહભાગી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી.સાકરીયા જૂથમાંથી અન્ય શાળાઓના મુખ્ય શિક્ષકોએ ઉપસ્થિત રહી સદર કાર્યક્રમને દીપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીની અને વિદ્યાર્થી દ્વારા રાગીનીબેન તથા મિનેષભાઈ પંચાલના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું