20 C
Ahmedabad
Friday, January 17, 2025

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી


ગોધરા

Advertisement

ભારતમાં ધણા મહાન વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે અને તેમાંથી એક સર ચંદ્રશેખર વેંકટ રામના જેમણે ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં રામન ઈફેક્ટ ની શોધ કરી હતી અને ૧૯૩૦મા તેમને આ શોધ માટે નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું આ શોધને કારણે ભારતમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા છેલ્લા 14 વર્ષ થી ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોચિંગ નિઃશુલ્ક અભ્યાસ યુવા શિક્ષક ઈમરાન શેખ આપી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ બાળકો સાથે કરી રહ્યા છે.

Advertisement

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના 160થી વધુ બાળકોએ દેશ વિદેશના માહાન વૈજ્ઞાનિકોએ વિવિધ શોધેલા સાધનો એક એક વિધાર્થીઓએ ચિત્ર દોરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કમ્પ્યુટર, ટેલિફોન, સુક્ષ્મયત્ર, સ્થેથોસ્કોપ, લેબોરેટરીમાં વપરાતા વિવિધ સાધનો, મંગલયાન, સ્પેશટલ, વિધુતઘંટડી, રેડિયો, થર્મોમીટરનો વગેરે વિવિધ સાઘનો ચિત્રદોરી રંગપૂરણી કરી અનોખી રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને શિક્ષણ સાથે માહાન વૈજ્ઞાનિકોએ શોઘેલા સાધનોને ઓળખે અને આગળ જતાં આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સાયન્સમાં રસરુચિ દખાવે અને સાયન્સ લઈ દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના રહે અને આ ક્લાસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે
આ સુંદર વિવિધ વૈજ્ઞાાનિકોએ શોઘેલા સાધનોના ચિત્ર જોઈને તમામ સમાજના અગ્રણીઓ, વાલીશ્રીઓ અને ગોધરાના ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી સાહેબે વૈજ્ઞાનિક દિવસ પર તમામ બાળકો અને શિક્ષક ઇમરાન શેખને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!