અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં વીજકર્મીઓ લાઈટબીલ બાકી હોય તેના કનેક્શન કાપવાની કામગીરી હાથધરતા એક મકાન માલિકે મહિલાઓ સાથે મળી વીજકર્મીઓ સાથે ઝગડો કરી હુમલો કરી દઈ વીજકર્મીને ગડદા પાટુનો માર મરતા વીજકર્મીઓ ફફડી ઉઠ્યા હતા ઇજાગ્રસ્ત વીજકર્મીને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો જોકે વીજકર્મી પર હુમલાની ઘટના અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી નોધાઈ ન હોવાનું ફરજ પરના પીએસઓએ જણાવ્યું હતું વીજકર્મી પર ચાંદટેકરી વિસ્તારમાં હુમલો થતાં વીજકર્મીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો મોડાસા UGVCL કચેરીમાં ફરજ બજાવતા પાંચ કર્મીઓ વીજબીલ બાકી હોય તેની ઉઘરાણી માટે અને વીજ બિલ નહીં ભરતા ગ્રાહકોનું લીસ્ટ લઇ ચાંદટેકરી વિસ્તારમાં 9 વાગ્યાના સુમારે પહોંચી રાબેતા મુજબની કામગીરી હાથધરી એક શખ્સના મકાનનું લાઈટબીલ બાકી હોવાથી તેનું વીજ કનેક્શન કાપવા વીજકર્મીઓ પહોચતાં મકાન માલિક અને આજુબાજુ રહેતી મહિલાઓએ વીજકર્મીઓને ધક્કે ચઢાવ્યા હતા અને તેમની સાથે બિભસ્ત વર્તન કરી એક વીજકર્મી પર હુમલો કરતા વીજકર્મીઓ ફફડી ઉઠ્યા હતા અને ઈજાગ્રસ્ત વીજકર્મીને પેટમાં માર વધુ પ્રમાણમાં વાગતા તાબડતોડ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવારે અર્થે દાખલ કરી વીજકર્મીઓએ તેમના પર કરવામાં આવેલ હુમલા અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવા તજવીજ હાથધરી હતી





