બાયડ તાલુકાના ભજપુર ગામનો યુવક બાઈક લઇ રાત્રિના સુમારે કામકાજ અર્થે નીકળ્યો હતો વાંટા ગામની સીમમાં યુવકનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોએ પશુની અડફેટે અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણવજોગ ફરિયાદ આંબલિયારા પોલીસને આપી હતી પોલીસે સઘન તપાસ હાથધરતા તથ્ય જુદું બહાર આવ્યું હતું જેમાં યુવકની બાઇકને આયશર ટ્રકે ટક્કર મારતા મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો આંબલિયારા પોલીસે દહેગામના ટ્રક ચાલકને ઝડપી પાડી અકસ્માતે મોતના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
આંબલિયારા પીએસઆઇ જે.કે.જેતાવત અને તેમની ટીમે ભજપુર ગામના આશાસ્પદ યુવક વિષ્ણુસિંહ રમતુસિંહ પરમારનું વાંટા ગામ નજીક પશુની અડફેટે અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણવજોગ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસને મૃતક યુવકની બાઇકને આયાસર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસે બાયડ શહેર,માધવકંપા તેમજ લુણાવાડા સીસીટીવી કેમેરા ચેક કરી મહીસાગર જીલ્લાના નેત્રમના કેમેરાનું સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરતા અકસ્માત કરી ફરાર થનાર ટ્રક (ગાડી.નં-GJ 11Y 6439)ના ચાલક દિનેશ કરસન પટેલ (રહે,સાનિધ્યનગર રેસીડેન્સી,દહેગામ-જીલ્લા.ગાંધીનગર)ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી