મોડાસા તાલુકાની સાકરીયા પ્રાથમિક શાળા ખાતે સોમવારના રોજ મોડાસા તાલુકામાં નવી નિમણુંક પામેલા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને નિમણુંકના પત્રો સુપ્રત કરવાનો કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાકરીયા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય અને મોડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણબેન પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય અનિરુદ્ધસિંહ ગાયકવાડ, તાલુકા પંચાયતના સીડીપીઓ મિત્તલબેન પટેલ વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને નવી નિમણુંકના નિમણુંકપત્ર સુપ્રત કરાયા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણબેન પ્રજાપતિએ નવી નિમણુંક પામેલી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી સરકારશ્રીની યોજનાઓનો પૂરેપૂરો લાભ લાભાર્થીઓને મળી રહે તેની તકેદારી રાખવા સુચના આપી શુભકામનાઓ પાઠવી હતી