અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર ધોંસ બોલાવી છે દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ભિલોડા પોલીસે રામપુરી ગામમાં ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગર નિકુંજ તબીયાડના ઘરે ત્રાટકી ઘરની બાજુમાં ઓરડીમાં સંતાડેલ વિદેશી દારૂની 1010 બોટલ સાથે દબોચી લીધો હતો દારૂના વેપલામાં ઉપયોગમાં લેવાતી સ્કોર્પિયો ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરતા રામપુરી ગામનો નિકુંજ વાલજી તબીયાડ છેલ્લા કેટલાક સમયથી ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા તબડતોડ તેના ઘરે રેડ કરી કોર્ડન કરી બુટલેગરને દબોચી લઇ તેના ઘરની તલાસી લેતા ઘરની બાજુમાં બનાવેલ ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1010 કીં.રૂ191694/- તેમજ મોબાઈલ અને સ્કોર્પિયો જીપ મળી કુલ રૂ.3.93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો