અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામમાંથી પતિ મૃત્યુ પામતા સાસરીવાળાના ત્રાસથી કંટાળી ગયેલ મહિલા ત્રણ બાળકો સાથે ઘર છોડીને નીકળી ગયેલ અને મેઘરજ બજાર વિસ્તારમાં દુકાન ની બહાર રડતી હતી અને દવા પી ને મરી જવાની વાત કરતા એક જાગૃત નાગરિક દ્વારા 181 મહીલા હેલ્પ લાઇન ને જાણ કરતા તાત્કાલિક 181 અભયમ ટીમ ના કાઉન્સેલર ચેતના ચૌધરી પોલીસ કોન્સ્ટેલ ભાવનાબેન સ્થળ ઉપર પહોંચી મહિલાનું કાઉન્સિલિંગ કરેલ તો જાણવા મળ્યું કે આ બેન રાજસ્થાનના હતા અને મેઘરજ તાલુકાના એક ગામમાં લગ્ન કર્યા હતા. પતિ બે માસ પહેલા મૃત્યુ પામ્યો હતો. હવે સાસુ સસરા આ બેનને હેરાન કરતા હતા અને પિયરમાં જતી રહેવા માટે દબાણ કરતા હતા આ બેનને ત્રણ બાળકો હતા તો બાળકો લઈને પિયરમાં પણ આખી જિંદગી કેવી રીતે રહેવું તો આ મહિલાને કોઈ રસ્તો ના મળતા જિંદગીથી કંટાળીને છેલ્લે તેને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું ત્યારે બેનનું કાઉન્સિલિંગ કરેલ અને સમજાવેલ કે મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી અને આવા બધા ખોટા વિચાર મગજમાં ના લાવવાના તે રીતે બેન ને સમજાવી ,અને તેમને લઈ તેમની સાસરીમાં ગયેલ સાસરીમાં સાસુ સસરા તેમજ કુટુંબના બીજા સભ્યોને ભેગા કરી અને કાયદાકીય રીતે બધાને સમજાવેલ તેમજ આ બેન ને હવે પછી તકલીફ ના પડવી જોઈએ તે રીતે લેખિતમાં લખાણ કરાવેલ અને બધાને હળી મળી શાંતિથી રહેવા માટે સમજાવી હતી