બાયડ એસટી ડેપોની બાયડથી માલપુરના રૂટમાં ફરતી બસના કંડકટર-ડ્રાઇવરની ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે…
બાયડ એસટી ડેપોની બાયડ-માલપુર રૂટમાં ફરતી બસમાં એક મુસાફર તેની બેગ ભૂલી ગયો હતો કંડકટર પંકજભાઈ પરમારની નજર તે બેગ ઉપર પડતાં તેમને સમજાયું કે કોઈ મુસાફર ભૂલી ગયા લાગે છે તેમણે ડ્રાઇવર સંજયભાઈ સાધુને બોલાવી બંનેએ તે બેગ ખોલીને જોતાં બેગમાં દાગીના, રોકડ, મોબાઈલ વિગેરે કિંમતી સામાન હતો.
આથી તેઓએ બાયડ ડેપોમાં આવી અધિકારીને વાત કરી જે તે મુસાફરનો સંપર્ક કરી તેને બાયડ ડેપોએ બોલાવી અધિકારી રૂબરૂ કંડકટર પંકજભાઈ પરમાર અને ડ્રાઇવર સંજયભાઈ સાધુએ તે મુસાફરને તેની બેગ પરત કરતાં મુસાફરે તેમનો આભાર માનતાં જણાવ્યું હતું કે, મને આજે અહેસાસ થાય છે કે, હજુ પણ પ્રામાણિકતા મરી પરવારી નથી…!!
અરવલ્લીઃબાયડ ડેપોના કંડકટરની ઈમાનદારીઃબસમાં રહી ગયેલી દાગીના ભરેલી બેગ મુસાફરને શોધી પરત ફરી
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -