30 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને હજીરામાંથી દબોચ્યો,છેલ્લા 5 વર્ષથી ચોરીના બાઈક...

અરવલ્લી : LCBએ વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને હજીરામાંથી દબોચ્યો,છેલ્લા 5 વર્ષથી ચોરીના બાઈક સાથે ફરતાં ચોરને ઝડપ્યો

0
150

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર રાજસ્થાની બુટલેગરને હજીરા ત્રણ રસ્તા નજીકથી ઝડપી લીધો હતો તેમજ બકોર પંથકમાંથી પાંચ વર્ષ અગાઉ બાઈક ચોરી કરી ચોરીની બાઇક સાથે મોડાસા શહેરમાં ફરતા રાણાસૈયદના બાઈક ચોરને બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા-ફરતા ગુન્હેગારોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ત્રણ વર્ષ અગાઉ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં રૂરલ પોલીસને હાથતાળી આપનાર બુટલેગર રમેશ કાંતિ બરંડા (રહે,બોરકાપાણી-રાજ) મોડાસા હજીરા ત્રણ રસ્તા ઉભો ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ હજીરા ત્રણ રસ્તા પહોચી બુટલેગરને કોર્ડન કરી દબોચી લેતા બૂટલેગરના મોતિયા મરી ગયા હતા અન્ય એક રાણાસૈયદના જાઉલ જાકીર મુલતાની નામના બાઈક ચોરને ઝડપી લીધો હતો જાઉલ મુલતાની મહિસાગર જીલ્લાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ વર્ષ અગાઉ એફ્ઝેડ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો મોડાસા શહેર સહિત અન્ય વિસ્તારોમાં ચોરીના બાઈક સાથે ફરતો રહેતો હતો એલસીબી પોલીસે મોડાસા બસ સ્ટેન્ડ નજીક ચોરીની એફ્ઝેડ બાઇક સાથે ઝડપી પાડી બાકોર પોલીસને સુપરત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!