asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

અરવલ્લી : મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, મોડાસા કાશી વિશ્વનાથ મહાદેવને જીલ્લા કલેક્ટરે શીશ ઝુકાવ્યું,ભવ્ય પાલખી યાત્રા


શિવાલયો ઓમ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યા

Advertisement

શામળાજી વિશ્વકર્મા મંદિર રુટેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી

Advertisement

અરવલ્લી જીલ્લામાં મહા શિવરાત્રી પર્વની ભક્તિમાં શિવ ભક્તો લીન બન્યા હતા જીલ્લાના તમામ શિવાલયોમાં ભગવાન શિવના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા જીલ્લાના શિવમંદિરો ઓમ નમઃ શિવાય,હર હર મહાદેવ,બમ બમ ભોલેના નાદ થી ગુંજી ઉઠ્યા હતા શિવજીને રીઝવવા માટે શિવાલયોમાં બિલ્વપત્ર,દૂધ,ગંગાજળ,મધ અને પંચામૃત થી શિવલિંગ ઉપર અભિષેક થી વિશેષ પૂજામાં શિવભક્તો ભક્તિભાવ થી જોડાયા હતા જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ માં ઘી માંથી શંકર-પાર્વતીના રૂપની મૂર્તિ એ લોકોમાં વિશેષ આકર્ષણ પેદા કર્યું હતું માલપુર ના ભવનાથ મંદિર અને મોડાસા કાશીવિશ્વનાથ મંદિર દ્વારા ભજન કીર્તન સાથે પાલખીમાં બિરાજમાન શિવજીની શોભા યાત્રા નગરમાં ફેરવવામાં આવી હતી

Advertisement

Advertisement

વૈરાગ્ય મૂર્તિ છતાં સદાપ્રસન્ન-આનંદ મગ્ન ભભૂતિ,રુદ્રાક્ષ અને ભૂજંગનો શણગાર,જટાધારી,મસાણમાં વાસ,ધ્યાનસ્થ હોય ત્યારે મહાયોગી અને નૃત્ય કરે ત્યારે નટરાજ,માયા થી પર પણ કુબેરને ભંડારના દાતા દેવોના દેવ અને ભક્તોના તારણહાર ભોલેનાથ શિવનો પૃથ્વી પરનો પ્રાગટ્ય દિવસ મહા માસ ની ૧૩મી તિથિ એટલે મહાશિવરાત્રી.અરવલ્લી જીલ્લામાં મહાશિવરાત્રી પર્વમાં જાણે જીલ્લાના શિવાલયો કૈલાશ બન્યા હોય તેવો આધ્યત્મિક માહોલ જોવા મળ્યો હતો જીલ્લાના તમામ શિવાલયો અને દેવાલયો શંખ ડમરુ અને હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા મોડાસા શહેરમાં જોગી ઉમટ્યા હતા મોડાસા શહેરના શામપુર ખાતે આવેલા કુંઢેરા મહાદેવ અને મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ ખાતે પરંપરાગત ભરાતા મેળામાં માનવમહેરામણ ઉમટ્યું હતું

Advertisement

મોડાસા શહેરના માઝુમ નદીના કિનારે આવેલા પ્રાચીન શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરથી કાશીવિશ્વનાથ ઉત્સવ સમિતિ તથા કાશીવિશ્વનાથ સંકુલ દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય ભોળાનાથજી પાલખીની શોભયાત્રા માં ભગવાન શિવ શહેરમાં ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળતા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી લીંભોઇ અને માલપુર નગરમાં ભગવાન શિવની ભવ્યાતિભવ્ય શોભયાત્રા નીકળી હતી કેટલાક સ્થળોએ શિવપુરાણ કથા પણ યોજાઈ હતી રાત્રી દરમિયાન ભજન-કીર્તન સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા

Advertisement

જીલ્લાના શિવાલયોમાં ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ભક્તો ધન્ય બન્યા
શિવજી અવધૂત હતા શિવ પ્રિય હોવાથી શિવભક્તોમાં પણ શિવરાત્રીએ ભાંગની પ્રસાદીનું અનેરું મહત્વ હોવાથી શિવભક્તોએ ભાંગની પ્રસાદી મેળવવા પડાપડી કરતા નજરે પડ્યા હતા ભાંગના સેવનથી કેફ ચડે છે જોકે અરવલ્લી જીલ્લામાં પાવડર વળી ભાંગ મળે છે શિવજીને પાંદળાવાળી વળી ભાંગ લઢીને આપવામાં આવે છે મોડાસા ગેબીનાથ મહાદેવ દ્વારા બનાવવામાં આવતી સાત્વિક ભાંગનો પ્રસાદ શિવભક્તો ઉપરાંત યુવાનો,બાળકો અને મહિલાઓ પણ મેળવી ગ્રહણ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!