31 C
Ahmedabad
Saturday, May 25, 2024

અરવલ્લી : મોડાસાના પહાડપુર નજીક માઝુમ નદીમાંથી રેલ્વે કોન્ટ્રાક્ટર ગેરકાયદેસર ખનન કરતો હોવાનો આક્ષેપ,ગ્રામજનોનો વિરોધ


નડિયાદ-ઉદેપુર રેલ્વે ટ્રેકની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર મોડાસા તાલુકાના પહાડપુર નજીક પસાર થતી માઝુમ નદીમાંથી ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું ખનન કરતો હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરનું કામકાજ અટકાવતા કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ કેસમાં ભરાઈ દેવાની ધમકી આપી હોવાનો ગામના અગ્રણીઓ સમસમી ઉઠ્યા છે ગ્રામજનો ના જણાવ્યા અનુસાર માઝુમ નદીમાંથી ખનીજનું ખનન અટકાવવા સંબંધિત તંત્રમાં અરજીઓ કર્યા છતાં તંત્ર કોઇ કાર્યવાહી નહીં કરતા તંત્રની મૂક સંમતિ હોવાનું ગ્રામજનો માની રહ્યા છે ગામના અગ્રણીઓએ પ્રાણની આહુતિ આપી દઈશું પણ માઝુમ નદીમાં ખનન નહીં થવા દેવાનો નિર્ણય લીધો હતો

Advertisement

મોડાસા શહેર નજીક આવેલ પહાડપુર ગામ માંથી પસાર થતી માઝૂમ નદીમાં હાલ નડિયાદ ઉદેપુર ની રેલવેની કામગીરી કરનાર કોન્ટ્રાકટર દ્વારા નદીમાંથી ગેરકાયદેસર ખોદકામ કરવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઉગ્ર સુત્રોચાર સાથે નદીના તટ માં જ વિરોધ નોધાવી ખનનની કામગીરીને અટકાવી દીધી હતી,ગ્રામજનોએ સંબધિત વિભાગો માં અનેકવાર લેખિત અને મૌખિક રજુઆત કરી હોવા છતાં,તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી ન કરવામાં આવતા,ગ્રામજનોએ તંત્રની મિલીભગત ના આક્ષેપ સાથે,ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો,વિરોધ કરતા ગ્રામ જનો ને ધમકીઓ આપવામાં આવતી હોવાનું પણ ગ્રામજનો એ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!