30.7 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે વાગળ ગોડાઉન વિસ્તારમાં રોડ પર જુગાર...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે વાગળ ગોડાઉન વિસ્તારમાં રોડ પર જુગાર રમતા જુગારીઓ પર ત્રાટકી, 1 શકુનિને દબોચ્યો, અન્ય ફરાર

0

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા પોલીસતંત્ર દોડધામ કરી રહી છે મોડાસા ટાઉન પોલીસે વાગળ ગોડાઉન વિસ્તારમાં રોડ પર હારજીતની બાજી લગાવી બેઠેલા જુગારીઓ પર ત્રાટકતા જુગારીઓમાં નાસભાગ મચી હતી ટાઉન પોલીસે આબિદહુસેન કાઝીને નામના શકુનિને દબોચી લઇ 5 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રેડ દરમિયાન ફરાર જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા

મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળાએ ચાર્જ સંભળાતાની સાથે શહેરમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને જુગારની બદી સામે સખ્ત કાર્યવાહી હાથધરતા અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે ટાઉન પોલીસે નાઇટ પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા વાગળ ગોડાઉન વિસ્તારમાં રોડ પર જુગારીઓ હારજીતની બાજી લગાવી બેઠા હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી ટાઉન પોલીસ આબિદહુસેન રજ્જાક કાઝીને ઝડપી પાડી હારજીતની બાજીમાં લગાવેલ અંગજડતી કરતા કુલ રૂ.5610/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર શકુનિ ૧)શૈની,૨)ખલીફા અને ૩)બાપજી તેમજ અન્ય ફરાર શકુનીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!