મોડાસા ટાઉન પોલીસે હંગામી બસ સ્ટેન્ડના વર્કશોપ નજીક થેલામાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ઊભેલા બે રાજસ્થાની બુટલેગરને ઝડપી લીધા હતા બંને બુટલેગર દારૂના જથ્થાની અમદાવાદના બૂટલેગરને ડિલેવરી આપે તે પહેલા મોડાસા ટાઉન પોલીસના હાથે ઝડપાઈ જતા બુટલેગર ચોંકી ઉઠ્યા હતા 26 હજારથી વધુના વિદેશી દારૂ સાથે ઝડપાયેલ બંને બુટલેગરને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે શહેરમાં સઘન પેટ્રોલીંગ હાથધરી પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે બાતમીદારો સક્રિય કરતા મોડાસા હંગામી બસ સ્ટેન્ડના વર્કશોપ નજીક રાજસ્થાની બે બુટલેગર થેલામાં વિદેશી દારૂ સાથે ઉભા હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ હંગામી બસસ્ટેન્ડમાં દોડી ગઈ બાતમી આધારિત બંને બુટલેગર કોર્ડન કરી લઈ તેમની પાસે રહેલા ત્રણ થેલાની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ-42/- જેની કિં.રૂ.26940/- નો જથ્થો જપ્ત કરી 1)નંદલાલ કોદરલાલ પાંડોર (રહે,જુવારવા-રાજ) અને 2) શૈલેષ ગોવિંદ પાંડોર (રહે,પાટીયા-રાજ) સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો