30 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 13.52 લખાનો વિદેશી દારૂ ઝડપ્યો, બાયડ પોલીસે...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 13.52 લખાનો વિદેશી દારૂ ઝડપ્યો, બાયડ પોલીસે બાઇક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવી

0
192

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી 13.52 લાખના દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને દબોચી લીધો હતો બાયડ પોલીસે માધવકંપા નજીક બાઈક પર 14 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે બે બૂટલેગરોને ઝડપી લીધા હતા.

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી સતત લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રહી છે રાજસ્થાન તરફથી આવતી ટ્રકને અટકાવી તલાસી લેતા બળતણના લાકડાની આડમાં પ્લાસ્ટિકની થેલીઓમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-12636/-કિં.રૂ.1352400/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક ચંપાલાલ ધીરારામ ભીચર (રહે,કકરાલા-રાજ)ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.23.54 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર કમલેશ જાટ (સાચોર-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટ્રકમાં દારૂનો જથ્થો શામળાજી પહોંચ્યા પછી બુટલેગરની સૂચના મળે ત્યાં ઠાલવવાનો હોવાનું ટ્રક ચાલકે જણાવ્યું હતું

બાયડ પીએસઆઇ એન.આર.રાઠોડ અને તેમની ટીમે માધવકંપા નજીક બાઇક પર દારૂની ખેપ મારનાર બુટલેગર પુષ્કર ઉર્ફે પાપડ રાયજી પગી (રહે,કીડીયા-પગીનું ફળિયું,લુણાવાડા-મહીસાગર) અને અલ્પેશ રમણ ખાંટ(રહે,દખણેસ્વર-બાયડ)ને ઝડપી પાડી થેલામાંથી 14 હજારથી વધુનો વિદેશી દારૂ સહિત 44 હજારથી વધુનું મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ નિર્ભયસિંહ ઉર્ફે નીરો બુધસિંહ ઝાલા (રહે, દખણેસ્વર) સુરપાલસિંહ ઝાલા (રહે,ડેમાઈ) અને મૂડશી ગામના નાનજી નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટનો ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!