ટીંટોઇ પોલીસે બગાસું ખાતા પતાસું મળ્યું
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટીંટોઇ પોલીસે બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ટીંટોઇ પોલીસે ખોડંબા નજીકથી ટ્રક કન્ટેનર માંથી રૂ.૨.લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
ટીંટોઇ પીઆઇ એ.બી.ચૌધરીએ ચાર્જ સંભાળતા જ બુટલેગરો સાથે ટીંટોઇ વિસ્તારમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું.ટીંટોઇ પોલોસે ટ્રક નંબર HR.55.AE.3999 ચાલકે પોતાના કબજાની ટ્રક કન્ટેનરમાં પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમીટ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની આખી પેટી નંગ-૯ જેમાં નાની મોટી બોટલ નંગ-૧૮૦ તથા છૂટી બોટલો નંગ-૨૭૬ મળી કુલ બોટલો નંગ-૪૫૬ જેની કિંમત રૂ.૨,૦૦,૬૫૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ટ્રક કન્ટેનરની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિંમતરૂ.૧૨,૦૦,૬૫૦/- નો મુદ્દામાલ ભરી લાવી પોતાની ટ્રક કન્ટેનર પુરઝડપે અને બેદરકારી પૂર્વક હંકારી લાવી આગળ જતી ટ્રક નંબર RJ.27.GE.4308 ના પાછળ ભાગે ટક્કર મારી અકસ્માત કરી નાસી જઈ ટ્રક ચાલક સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.