ભિલોડા,તા.૦૯
ભિલોડા તાલુકાના કિશનગઢ ગામની શ્રી નવચેતન હાઈસ્કુલમાં ઘોરણ.૧૦-૧૨ના વિદ્યાર્થીઓનો પરીક્ષા લક્ષી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.કિશનગઢ હાઈસ્કુલના વય નિવૃત્ત મદદનીશ શિક્ષક રમણભાઈ પ્રજાપતીનો વિદાય સમારંભ સન્માનભેર યોજાયો હતો.એલ.આઈ.સી ક્લબ મેમ્બર – રમણભાઈ એન.પટેલના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મેડિકલ ઓફિસર ડો. પાયલબેન નિનામા, સરપંચ રાકેશભાઈ કોટવાલ, આચાર્ય હિંમતસિંહ સિસોદિયા, શાળા સંચાલક મંડળ – મંત્રી ગલબાભાઈ પ્રજાપતીએ ઘોરણ. ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાના પેપર કોઈ પણ પ્રકારના ડર વિના પેપર લખવા માટે અનુરોધ કરીને પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું હતું.વય નિવૃત્ત મ.શિ. ૩૨ વર્ષની સેવાનું સન્માનભેર સન્માન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડી.જે.પટેલ, કે.જે.પટેલ સહિત સ્ટાફ પરીવારે કર્યું હતું.