30 C
Gujarat
Thursday, September 17, 2026
Home ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ની અધ્યક્ષતામાં મોડાસાની શ્રી. એન. એસ. પટેલ લૉ કૉલેજ નો...

હાઈકોર્ટના જસ્ટિસ ની અધ્યક્ષતામાં મોડાસાની શ્રી. એન. એસ. પટેલ લૉ કૉલેજ નો વાર્ષિકોત્સવ ઉજવાયો

0

અરવલ્લી જિલ્લાના મોડાસા ની શ્રી એન.એસ.પટેલ લો કોલેજ મોડાસા દ્વારા 16 મી સ્વ આર. એમ . મહેતા લેક્ચર સિરીઝ અને એન્યુઅલ ફંકશનનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે થયું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે માન.એચ. ડી.સુથાર સાહેબ(જસ્ટિસ,ગુજરાત હાઇકોર્ટ) અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઇકોર્ટ ના સિનિયર એડવોકેટ શ્રી પી.કે.જાની પધારેલ હતા. સમારંભ ના અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ એન.આર.મોદી ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ,સેક્રેટરી ધુવભાઈ મહેતા એ આશીર્વચન પાઠવેલ. લો કૉલેજ ના પ્રિન્સિપાલ ડો રાજેશ વ્યાસ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત બદલ વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આભાર વિધિ લૉ ફેકલ્ટી ના ડીન ડૉ અશોક એમ શ્રોફ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો .અલ્પા ભટ્ટી અને સોનિયા જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!