બાયડ તાલુકાના બાયડ, સાઠંબા, ગાબટ, સાઠબા વિસ્તારમાં શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે ત્યારે આ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં આપવાની હોય છે જે અંતર્ગત ધો.૧૦ અને ધો.૧૨ના સ્કૂલમાં આ પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે હોલટીકીટના આધારે પરીક્ષાર્થીઓ આગલા દિવસે પોતાની બેઠક વ્યવસ્થા જોઇ શકે તે માટે તમામ શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. રવિવારે સવારથી સાંજ સુધી પરિક્ષાર્થીઓ બેઠક જોવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બેઠક નબર જોવા માટે ઊમટી પડયા હતા પરંતુ આ વખતે પાટલી ઉપર નંબરીંગ કરવાનું હોવાથી સ્કુલ દ્વારા તેમની અનુકુલળતાએ પરીક્ષાર્થી વાલીને બેઠક વ્યવસ્થા જોવા માટે શાળા રવિવારે ખુલ્લી રાખવામા આવી હતી જેથી કરીને સોમવારે પ્રથમ પેપર વખતે પરીક્ષાર્થીનો સમય બચી શકે.
બોર્ડની પરીક્ષામાં પોલીસ સ્ટાફ, કોન્સ્ટેબલ, સ્ટાફ નર્સિંગ સ્ટાફ, અધિકારી 1,2,3 એસઆરપી, જી આર ડી જવાનો, હોમગાર્ડ જવાનો ધોરણ 10 12 ની પરીક્ષામાં ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાશે