શિક્ષણ જગતને લાંછન રૂપ કિસ્સો બહાર આવતા કરાર આધારિત મહિલા કર્મીને માનસિક ત્રાસ આપતાં શિક્ષકો સામે લોકોમાં આક્રોશ
Advertisement
મેઘરજ તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતી આઉટસોર્સિંગ મહિલા કર્મીને શિક્ષણ સંઘના હોદ્દેદારો હોવાનો દમ મારી ઓફિસની સરકારી કામગીરીમાં દખલગીરી કરવાની સાથે ઓફિસની કામગીરી અમને પૂછીને કરવાની અને ઓફિસની ખાનગી માહિતી અપાવા માટે 5 શિક્ષકો સતત માનસિક ત્રાસ આપી દબાણ કરતા હોવાથી મહિલા કર્મી શિક્ષકોના અસહ્ય બનેલ ત્રાસથી ત્રાહિમામ પોકારી મહિલા આયોગમાં નામજોગ લેખિત ફરિયાદ કરી શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી છે જે અંગેની અરજી સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે.
મેઘરજ તાલુકા પંચયાત શિક્ષણ કચેરીમાં આઉટસોર્સિંગ કર્મી તરીકે ફરજ બજાવતા અફસાના બાબુભાઈ ખેરડાને છેલ્લા છ મહિનાથી ભાટકોટા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હરેશભાઈ ધનજીભાઈ ડામોર કુણોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સંજયભાઈ મોકમભાઇ પટેલ , ઉ.શિક્ષક રવિન્દ્રભાઈ કચરાભાઈ પટેલ,મેઘરજ-3 પ્રાથમિક શાળાના ઉત્પલ રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય અને બોરખડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધનજીભાઈ મંગળાભાઈ ખોખરીયા કચેરીમાં પહોચી પોતે સંઘના હોદ્દેદાર હોવાનો રૂઆબ છાંટી કચેરીનું કામકાજ અમને પૂછીને કરવાનું અને કચેરીની ખાનગી બાબતો અંગે અમને કહેવાની રાખવાની કહી માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા કર્મી આ શિક્ષકોને તાબે ન થતાં દાદાગીરી કરતા હોવાથી મહિલા કર્મીએ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર કોઇપણ પ્રકારની માહિતી ન આપતાં સતત હેરાન-પરેશાન કરવામાં આવતા શિક્ષકોના માનસિક ત્રાસથી તોબા પોકારી ઊઠેલી મહિલા કર્મીએ મહિલા આયોગને પત્ર લખી હેરાન કરનાર શિક્ષકો સામે કડક પગલા ભરવામાં આવેની માંગ સાથે સતત ત્રાસના પગલે મજબૂર બની કોઇ અજુગતું પગલું ભરવાનું થસે તો તેની જવાબદારી માનસિક ત્રાસ આપનાર શિક્ષકોની રહેશે તેવું પત્રમાં લખ્યું છે