21.2 C
Ahmedabad
Sunday, February 9, 2025

પંચમહાલ – કેવડીયા ગામ પાસે કન્ટેનરમાં બાંધીને કતલખાને લઈ જવાતા ગૌવંશોને બચાવી લેવાતી ગોધરા તાલુકા પોલીસ


ગોધરા ,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના કેવડીયા ગામ પાસે તાલુકા પોલીસ મથક અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોની ટીમ દ્વારા 55 જેટલા ગૌવંશોને બચાવી લેવામા ભારે સફળતા મળી છે.આ ગૌવંશો કતલખાને જવાના ઈરાદે કન્ટેનરમા ભરીને લઈ જવાતા હતા.પોલીસે ગૌવંશોને બચાવીને પાજરાપોળ ખાતે લઈ જવાયા હતા. આ મામલે ગોધરા પોલીસ દ્વારા ગુનો નોધીને એક ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ જીલ્લામા ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. ડીવાયએસપી તરીકે એન.વી. પટેલ દ્વારા ચાર્જ સંભાળતા તેમને ગોવંશની હેરાફેરી પકડી પાડવામા મોટી સફળતા મળી છે. જેમા ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પી.કે .અસોડા તેમજ તેમની ટીમ કેવડીયા ગામ ચેકપોસ્ટ પાસે હતા તે સમયે રાજસ્થાન પાર્સિગનુ એક કન્ટેનર આવતા તેની તપાસ કરતા જેમા 55 જેટલા ગૌવંશો ક્રુરતા પુર્વક બાંધીને પાણી કે ઘાસચારો રાખ્યા વગર આપ્યા હતા. પોલીસે આ મામલે ગૌવંશો નંગ-55 તેમજ કન્ટેનર ઝડપીને 19,55,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બચાવેલા ગૌવંશોને પાંજરાપોળ ખાતે લઈ જવાયા હતા. આમ કતલખાતે જતા ગૌવંશોને બચાવી લેવામા પંચમહાલ પોલીસને સફળતા મળી હતી. ગોધરાના ડીવાએસપી તરીકે ચાર્જ લીધા બાદ એન.વી. પટેલે અસરકારક કામગીરી કરી છે. આ મામલે પોલીસે એક ઈસમની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!