અમદાવાદથી આવતા મિત્રને લઈને આવતા વિજયનગરના વીરપુરના એક અને રાજસ્થાનના બે સહિત ત્રણ યુવાનોએ જાન ગુમાવ્યા
Advertisement
વિજયનગર તાલુકામાં ગત રાત્રે વજેપુર ગામની સીમમાં રોડ ઉપર બાઈક ઝાડ સાથે અથડાતા સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં બાઈક ચાલક સહિત ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજતાં પોલીસે ત્રણેયના મૃતદેહોનું પીએમ કરાવી વાલીવારસોને સુપ્રત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિજયનગર તાલુકાના મતાલી નજીક વીરપુરનો યુવાન અને રાજસ્થાનનો એક એમ બે યુવાનો બાઈક લઈને અમદાવાદથી આવતા અને વાજેપુર કંપા નજીક ચાલતા આવતા પોતાના મિત્ર રોશનને લેવા માટે સામે ગયા હતા અને અમદાવાદથી આવતા રોશનને બેસાડી આ બે મિત્રો મળી ત્રણ યુવાનો બાઈક ઉપર ઘરે આવી રહ્યા હતા ત્યારે ગત રાતે અંદાજે 11 વાગ્યાની આસપાસ આઅકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇકના આગળના ભાગના ફુરચેફૂરચા ઊડી ગયા હતા.
આ ગમખ્વાર અકસ્માતના બનાવની પોલીસ મથકે નોધાયેલી વિગતો મુજબ વિજયનગર તાલુકાના વીરપુર ગામનો યુવક
રોશન ધર્માજી બરંડા મજૂરી અર્થે અમદાવાદ ગયેલો હતો અને એ અમદાવાદથી ઘરે આવી રહ્યો હતો ત્યારે વજેપુર કંપા પાસે ચાલતો આવતો હોઈ રાજસ્થાનના બાઇક ચાલક પંકજકુમાર અમરતલાલ વાલજી બરંડા પોતાની બાઈક ઉપર રાજસ્થાનના જ એના સગા
ભરતકુમાર કલ્લારામ સાગીયાને બાઈક પાછળ બેસાડીને રોશનને લેવા ગયા હતા અને રોશન સામે મળતા એને આ બાઈક ઉપર બેસાડી બાઇક ચાલક પંકજ ત્યાંથી નીકળી વિજયનગરના વજેપુર ગામની સીમમાં રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક સહિત ત્રણ સવારી બાઈકના સ્ટીયરિંગ ઉપરનો કાબૂ બાઈક ચાલકે ગુમાવી દેતાં આ બાઈક રોડ સાઇડના ઝાડ સાથે અથડાઈ હતી જેમાં રાજસ્થાનના બે સહિત આ ત્રણેય યુવાનોના માથાનાં ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા આ ત્રણેય યુવકોના બનાવના સ્થળે જ મોત થયા હતા બનાવના પગલે વિજયનગરના ઇ.ચ. પોસ ઇ આર.એલ. દેસાઈ અને હેકો સુરેશભાઈ ડામોરે બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોનું પીએમ કરાવી એમના વાલીવારસોને મૃતદેહો સોંપી મૃતક આરોપી બાઈક ચાલક પંકજકુમાર અમરતલાલ વાલજી બરંડા (ઉવ.૧૮ રહે,બહી ઘાંટીયા તા.ઝાડોલ જિ.ઉદેપુર (રાજસ્થાન) વિરુદ્ધ નોધાયેલા આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે
બાઈક ઝાડ સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં મૃતકોના નામ વાંચો
1)પંકજકુમાર અમરતલાલ વાલજી બરંડા (ઉવ.૧૮ રહે,બહી ઘાંટીયા તા.ઝાડોલ જિ.ઉદેપુર (રાજસ્થાન)
2)રોશન ધર્માજી બરંડા (ઉ.વ 18) બંને રહે. વીરપુર(મતાલી પાસે) તા.વિજયનગર
3) ભરતકુમાર કલ્લારામ સાગીયા રહે,કિતાવતો કા વાસ તા.ઝાડોલ રાજસ્થાનઉ.વ.17 વર્ષ-6 માસ)