સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી અમદાવાદની કે.અશ્વિન આંગડિયા પેઢીના કર્મચારીઓ બાઈક પર સોના-ચાંદીના 38 પાર્સલ લઈ ઓફિસ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બસ સ્ટેશનની બાજુમા આવેલા કોમ્પલેક્ષ આગળ નંબર પ્લેટ વગરની ઈકો અને એસંન્ટ કાર લઈને આવેલા કેટલાક શખ્સોએ પોલીસ ઓળખ આપી બંને કર્મચારીઓને માર મારી 49.40 લાખના સોના ચાંદીના દાગીનાના પાર્સલ ભરેલા થેલાની લૂંટ કરી કર્મચારીઓને ગાડીમાં બેસાડી રસ્તામાં ઉતારી છું થઈ ગયા હતા આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
હિંમતનગર શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ધોળા દિવસે લૂંટ ચલાવી તસ્કરો પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવી હતી. અમદાવાદની કે.અશ્વિન આંગડિયા પેઢીના બે કર્મચારીઓ મંગળવારે સવારે સાત વાગ્યાના સમયે પેઢીના સોના-ચાંદીની ચીજવસ્તુઓ ભરેલા 38 પાર્સલ લઈ ઓફિસે આપવા સારી જતા હતા તે દરમ્યાન બસ સ્ટેશન પાસે આવેલા શિવમ કૉમ્પ્લેક્સ પાસે કેટલાક અજાણ્યા લૂંટારું શખ્સો નંબર પ્લેટ વગરની ઇકો અને એસન્ટ કાર લઇ આવ્યા હતા અને આંગડિયા પેઢીના કર્મચારીઓની બાઈક ઉભી રખાવી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપી ડ્રગ્સનો ધંધો કરો છો આવી માહિતી છે અને ત્રણ દિવસથી તમને શોધીએ છીએ તેમ કહી આંગડિયા પેઢીના કર્મચારીઓને પગના અને બરડાના ભાગે ધોખા વડે માર મારી થેલામાં મુકેલા આંગડિયા પેઢીના 26.478 કિલોના ચાંદીના 19 પાર્સલ જેની કિંમત 19,06,419 તેમજ 30,34,520 ની કિંમતનાં સોનાના દાગીનાના 38 પાર્સલ મળી 49,40,936 મુદ્દામાલની લુંટ ચલાવી આંગડીયા પેઢીના બંને કર્મચારીઓને એસંન્ટ ગાડીમાં બેસાડી મહેતાપુરા જગત નાકા પાસે ઉતારી નાસી ગયા હતા.આ સમગ્ર બનાવ અંગે વિજાપુર તાલુકાના મકરાણી દરવાજા પાસે રહેતા કમલેશભાઈ હસમુખભાઈ મીરે બી ડિવિઝન પોલીસ મથકે લૂંટના બનવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો ત્યારે આ બનાવ ને લઈ શહેરમાં ખળભળાત મચી જવા પામી હતી જોકે ધોળા દિવસે બનેલી લૂંટની આ ઘટના મામલે એસઓજી,એલસીબી સહિતની ટીમે આરોપીઓને પકડી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.





