અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માનવીય અભિગમને પ્રજાજમોમાં ભારે આવકાર મળી રહ્યો છે સામાન્ય ફરિયાદી કે જરૂરિયાત મંદ વ્યક્તિને જીલ્લા પોલીસવડા કચેરીમાં સહેલાઇથી મળી રહ્યા હોવાની સાથે શાંત ચિતે તેમની આપવીતી સાંભળી શક્ય તેટલી કાયદાકીય મદદ કરવા માટે કટિબદ્ધતા દર્શાવે છે બીજીબાજુ જીલ્લા પોલીસતંત્રમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ લોકો સાથે તુમાખી ભર્યું વર્તન કરવાની સાથે ધાકધમકી આપી રહ્યા હોવાની બૂમો ઉઠી છે ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવતું હોવાનું જગજાહેર છે ત્યારે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ પતિ પીડિત મહિલાને ફરજ પરના પોલીસ કર્મી અને મોટા સાહેબ (પીએસઆઈ..!!)એ બિભસ્ત ભાષામાં મહિલાને ધમકાવી હડધૂત કરતા ફરિયાદી મહિલા પોલીસનું વર્તન જોઈ હેબતાઈ ગઈ હતી અને તબિયત લથડતાં ફરિયાદી મહિલાને સારવાર લેવાની જરૂર પડી હતી ફરિયાદી મહિલાએ સમગ્ર ઘટના અંગે જીલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાને તેનો પતિ રંજાડતો હોવાથી મહિલા પોલિસ સ્ટેશનમાં અરજી આપતા મહિલા પોલીસે ફરિયાદી મહિલાને ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા માટે કહેવાતા મહિલા ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા પહોચતાં મહિલા સાથે ફરજ પર હજાર પોલીસકર્મી એ મહિલાને ધમકાવાનું શરૂ કરી તને ના તો પાડી છે કે તારી ફરિયાદ દાખલ નહીં થાય તો શું કામ વારંવાર આવે છે મહિલા પોલીસકર્મીનું વર્તન જોઈ ડઘાઈ ગઈ હતી હું કંટાળી ગઈ છું કહેતા પોલીસકર્મીએ મગજ પરનો કાબુ ગુમાવી બેફામ વર્તન કરી તને તો મોટા સાહેબ સીધી કરશે કહી બાજુની ચેમ્બરમાં લઇ જતા મોટા સાહેબ મહિલાને જોઈ જાણે શૂરાતન ચઢ્યું હોય તેમ બિભસ્ત શબ્દો બોલી તને મહિલા પોલિસ પાસે માર ખવડાવી પડશે કહી વધુ ધમકાવતા મહિલા પોલીસકર્મી અને મોટા સાહેબનું વર્તન જોઈ હેબતાઈ ભયભીત બનતા મહિલાને ચક્કર આવતા ધનસુરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની નોબત આવી હતી ધનસુરા પોલીસની દબંગાઇથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાએ આખરે ન્યાય માટે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલને લેખિત રજૂઆત કરી હતી