અરવલ્લી એસપી શૈફાલી બારવાલ જીલ્લાના વિવિધ માર્ગો પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે સખ્ત કાર્યવાહીના આદેશના પગલે પોલીસતંત્રએ બુટલેગરો પર સપાટો બોલાવતા ફફડાટ ફેલાયો છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી નજીક બે કારમાંથી 78 હજારનો તેમજ શામળાજી પોલીસે કારમાંથી 1.15 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો આંબલિયારા પોલીસે ડાભા નજીક ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા કપડવંજ પંથકના વિરેન્દ્રસિંહ ઝાલાને દબોચી લઇ 28 હજારથી વધુનો શરાબ જપ્ત કરી ફરાર ડાભાના બુટલેગર સુરપાલસિંહ ઉર્ફે જીગો અજીતસિંહ ઝાલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા જીલ્લા પોલીસે 4 બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તતરમાં પેટ્રોલીંગ હાથધરી કેએફસી હોટલ આગળ થી દારૂ ભરેલી વર્ના કારનો પીછો કરતા બુટલેગરો વક્તાપુર ગામ નજીક કાર મૂકી ફરાર થઈ જતા કારમાંથી 34 હજારના દારૂ સાથે 2.34 લાખનો મુદ્દામાલ તેમજ પહાડીયા ગામ નજીક ઈનોવા કારમાંથી 44 હજારના દારૂ સહિત 3.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના બુટલેગર ખેપિયા મહેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો શામળાજી પીએસઆઇ કે.એસ.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વિફ્ટ કારના ગુપ્તખાનામાંથી 1.15 લાખનો દારૂ સહિત 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાની ખેપિયા અશોક ઓમપ્રકાશ જાટ અને દિનેશ મંગલચંદ મીણાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા