31.6 C
Gujarat
Tuesday, August 4, 2026
Home HeadLines અરવલ્લી : ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડ 2.75 કરોડના 7 કન્ટેનર ગેરકાયદેસર...

અરવલ્લી : ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડ 2.75 કરોડના 7 કન્ટેનર ગેરકાયદેસર ખનિજ વહન કરતા ઝડપ્યાં.

0
188

અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગને ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડ અંધારામાં રાખી ધનસુરા પંથકમાં ત્રાટકી માટીના પાસના નામે બોકસાઈટ ખનીજનું ગેરકાયદેસર વહન કરતા સાત કન્ટેનરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડની સફળ કામગીરીથી જીલ્લા ખાણખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે જીલ્લા ખાણખનિજ વિભાગની કચેરી ભ્રષ્ટાચાર થી ખદબદતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લામાં ખનિજ માફિયાઓ ગેરકાયદેસર ખનિજનું ખનન અને વહન કરી સરકારી તિજોરીની વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડી રહ્યા છે જીલ્લામાં ખનિજ માફિયાઓને છાવરવામાં આવતા હોવાનું જગજાહેર છે ત્યારે ગાંધીનગર ભૂસ્તર વિભાગની ખાનગી ટીમ અરવલ્લી જીલ્લામાં ત્રાટકતા જીલ્લા ખાણ ખનિજ વિભાગમાં દોડધામ મચી હતી ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોર્ડની ટીમે ધનસુરા પંથકમાં ગેરકાયદેસર ખનીજ વાહન કરતા 7 કંન્ટેનર જપ્ત કર્યા હતા ફ્લાઈંગ સ્કોર્ડ ગાંધીનગરે મુદ્દામાલ ખાનખાણીજ કચેરી લાવી સિઝ કર્યો હતો જેમાં માટીના પાસ બતાવી બોક્સસાઈટનું ગેરકાયદેસર વહન કરવામાં આવતું હતું અંદાજીત 2.75 કરોડ નો મુદ્દામાલ સિઝ કરી ફ્લાઈંગ સ્કોર્ડ ગાંધીનગરે વધુ તપાસ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!