ભિલોડા,તા.૧૫
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કિશનગઢ ગામના અંતરિયાળ સીમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું હતું.પોલીસ સ્ટેશન પી.એસ.ઓ બુન્નાબેન કે. મનાત ના જણાવ્યા મુજબ કિશનગઢ ગામના લાડકનાથ પોપટનાથ મદારી એ પોલીસ ને જાણ કરતા મરણ પામનાર જુલાનાથ નટવરનાથ મદારી (ઉંમર-વર્ષ-૪૦) મુળ રહેવાસી. ગોવિંદનગર, ભિલોડા અને હાલ રહેવાસી. કિશનગઢ, (મઠ) મદારી વાસ, તા.ભિલોડા નો યુવાન એક અઠવાડીયા પહેલા કોઈ પણ અગમ્ય કારણોસર ગુમ થયેલ હોય ત્યારે સીમ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
કિશનગઢ ગામના લાડકનાથ પોપટનાથ મદારી એ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નો કબજો મેળવી કોટેઝ હોસ્પિટલમાં મૃતદેહ પી.એમ અર્થે મોકલી, મેડીકલ ઓફિસર પાસે પી.એમ કરાવીને મૃતદેહ પરિવારજનો ને સોંપતા પરિવારજનો સહિત સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.પોલીસે સી.આર.પી.સી. કલમ – ૧૭૪ મુજબ એ.ડી નો ગુનો નોંધી પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.