43 C
Ahmedabad
Saturday, May 18, 2024

હાલોલ- છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશૂભાઈ રાઠવા પાવાગઢ મહાકાલી માતાજીના મંદિરે શિશ ઝૂકાવ્યુ


હાલોલ

Advertisement

આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીભાજપે બીજી યાદી જાહેર કરેલા ઉમેદવારો માં છોટાઉદેપુર બેઠક માટે જશુભાઈ રાઠવા ના નામ ની જાહેરાત બાદ તેઓ તેમના મત વિસ્તાર હાલોલ વિધાનસભા માં આવેલા અને 51 શક્તિપીઠ પૈકી ના એક મહાકાળી મંદિર પાવાગઢ માતાજીના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ માતાજીની પાદુકા માથે મૂકી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.ભાજપે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી.જેમાં જશુભાઈ રાઠવા ના નામ ની જાહેરાત કરવામાં આવતા એક સમયના સરપંચ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ ના પ્રમુખ આ ઉમેદવાર સંસદ ની ચૂંટણી લડશે.સરપંચ થી સંસદ સુધીની તેમની રાજકીય સફર માં જશુભાઈ રાઠવા એ 2007-08 માં તાલુકા પંચાયત,2017 ની વિધાનસભા ચૂંટણી, જિલ્લા ભાજપ પ્રમુખ,
આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા,તેમના સંસદીય ક્ષેત્રમાં આવતા હાલોલ વિધાનસભાના યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક પાવાગઢ મહાકાળી મંદિરના દર્શને કાર્યકરો સાથે પહોંચ્યા હતા.પાવાગઢ આવેલા છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા હાલોલ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો ને મળ્યા હતા.અને હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ની મુલાકાત લઈ આવનારી ચૂંટણીઓમાં તમામ કાર્યકરોનો સહકાર મળી રહે તે માટે ચર્ચાઓ કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!