સેલ્સમેન જેવા દેખાતા ત્રણ-ચાર લબર મુછિયા યુવકો બપોરના સુમારે મહિલાઓને નિશાન બનાવે છે
Advertisementદાગીના અને વાસણ ચમકવાતા દરમિયાન વૃદ્ધા અને મહિલાઓના હાથ પર ઠગ ટોળકી કેમિકલ લગાવતા ભોગ બનનાર બેશુદ્ધ બની જતા હોવાની ચર્ચા
Advertisementમોડાસાની માણેકબા સોસાયટીમાં વૃદ્ધાને નિશાન બનાવનાર ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ
Advertisement
મહિલાઓ અને વૃદ્ધાઓને વાતોમાં પરોવીને સેલ્સમેનના સ્વાંગમાં દાગીના ચમકાવી આપવાના બહાને દાગીના ગાળી લેતી અને નજર ચૂકવી અસલી દાગીનાને બદલે નકલી દાગીના પધારવી દેતી ગેંગ અરવલ્લી જીલ્લામાં સક્રિય થઈ છે મેઘરજમાં ત્રણ જેટલા લોકને શિકાર બનાવ્યા પછી મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં રહેતા વૃદ્ધાની એકલતાનો લાભ લઇ હાથે પહેરેલ અઢી તોલા સોનાની બંગડીને ચમકાવી આપવાની વાત કહી વાતોમાં ભોળવી અઢી તોલા સોનાની બંગડી તફડંચી કરી ડુપ્લીકેટ બંગડી આપી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે જીલ્લા પોલીસતંત્ર આ ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી લોકમાંગ પ્રબળ બની છે
મોડાસા શહેરની માણેકાબા સોસાયટીમાં શુક્રવારે બપોરના સુમારે ત્રણ ચાર જેટલા સેલ્સમેનના સ્વાંગમાં આવેલ લબરમુછિયા ગેંગે વાસણ અને દાગીના ચમકાવી આપાવાના બહાના હેઠળ ત્રાટકી ઘરમાં એકલ દોકલ રહેલી મહિલાઓને સેમ્પુંનું માર્કેટિંગ કરતા હોવાનું જણાવી ઠગવાનો પ્રયત્ન કર્યો હતો અનેક મહિલાઓએ ના પાડતા સોસાયટીમાં રહેતા અને ગોકુલ ટ્રાવેલ્સના ભાવેશ જયસ્વાલની વૃદ્ધ માતા ઘરે એકલા હોવાથી તેમને વાસણ અને દાગીના ચમકાવવાની વાત કરતા વૃદ્ધા ગઠિયાઓની વાતમાં આવી જતા તેમણે પહેરેલી સોનાની અઢી તોલાની બે બંગડી કાઢીને આપતા એક ઠગે તેમના માતાના હાથે કેમિકલ જેવો પદાર્થ લગાવતા બેસુદ્ધ જેવી સ્થિતિ થતાં ત્રણે ઠગે સોનાની અઢી તોલાની બંગડી સરકાવી લઇ સોના જેવી ડુપ્લિકેટ દેખાતી બંગડી હાથમાં પકડાઈ ફરાર થઈ ગયા હતા વૃદ્ધાને થોડા સમય પછી ભાન આવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં બૂમાબૂમ કરી મુકાતા સોસાયટીની મહિલાઓ એકત્રતિત થઈ ગઈ હતી તે પહેલાં ત્રણે ઠગ્સ ફરાર થઈ જતા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ સર્જાયો હતો ત્રણે લબરમુછિયા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જોકે ભોગ બનનાર પરિવાર પોલીસને ફરિયાદ કરવા અવઢવમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી