અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસના કામો વિનાશ નોતરી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વિકાસના નામે આડેધડ ખોદકામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વિકાસના કામ કરતા કોન્ટ્રાક્ટરો નગરપાલિકા તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓને પણ ગાંઠતા ન હોવાની ચર્ચાએ શહેરીજનોમાં જોર પકડ્યું છે મોડાસા શહેરના ધુણાઈ માતા મંદિર ડીપી રોડ પર ભૂગર્ભ ગટર યોજનાની મંથર ગતિએ થઈ રહેલી કામગીરીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડીપી રોડ પર ભૂગર્ભ ગટર યોજના માટે ખોદેલ ખાડામાં સ્કૂલવાન ખાબકતા વાનમાં રહેલા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી વિદ્યાર્થીઓ સ્કૂલવાન ખાડામાં ગરકાવ થાય તે પહેલા હિંમત દાખવી કૂદી પડતાં મોટી જાનહાની ટળી હતી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા
મોડાસા શહેરના ધુણાઈ માતા મંદિર રોડ પર ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાની સાથે કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ ખાડામાં ખાબકતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે શનિવારે ડીપી રોડ પર ખોદેલ ખાડાનું કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતે પૂરણ નહીં કરતા રોડ પરથી પસાર થતી સ્કુલવાન ખાડામાં ખાબકતા ભારે અફડાતફડી મચી હતી રોડ ખાડામાં ખાબકતા સ્કૂલવાનમાં રહેલા બાળકો ભયભીત બન્યા હતા અને જાણે મોતનો સામે ભેટો થયો હોય તેવો અહેસાસ અનુભવ્યો હતો બાળકોએ હિંમત દાખવી વાનમાંથી બહાર કૂધી પડતાં આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી,ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિકોમાં ઉગ્રરોષ જોવા મળ્યો હતો,ખાડામાં ઉતરી પડેલી સ્કુલ વાનને ક્રેન ની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી,સત્વરે આ મહાકાય ખાડાઓને પુરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.