ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ચોરીની એક ઘટનાનો સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે. જેમા ચોરગેંગ કોઈ અન્ય વાહન નહી પણ ટેક્ટર લઈને ચોરી કરવા આવ્યા તેમને બીજુ કઈ નહી પણ શહેરના ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો.જેમા આ ચોરોએ બીજુ કઈ નહી પણ રોડની વચ્ચે જે એંગલો મુકવામા આવેલી તેને માત્ર ત્રણ મિનીટમાં કાઢીને રફુચક્કર થઈ ગયા હતા. તેમના દ્વારા કરવામા આવેલી ચોરીની વારદાત નજીકના એક સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ હતી. આ વિડીયો હાલ સોશિયલ મિડીયામા પણ વાયરલ થઈ રહ્યો છે.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરમા ચોરીની ઘટનાઓ બનવી આમ વાત છે ,શહેરમા સીસીટીવી મુકેલા હોવા છતા પણ તસ્કરોન કોઈ ડર લાગતો નથી. ચોરીને બિદાસ્ત અંજામ આપી રહ્યા છે, ગોધરા શહેરમાં એક ચોરીની ઘટના સામે આવી છે. આ વાયરલ વિડીયોમા બે ઈસમો જેમને બુકાની બાધેલી છે તેઓ એક ટ્રેકટર લઈ અટલબાગથી સ્ટેશન રોડ પર આવે છે.અને રોડની વચ્ચે જે રીંલીગ લગાવામા આવી છે. તેની પાસે ઉભા રહે છે. અને માત્ર 3 મિનીટમાં રેલીંગ કાઢીને આ ચોર બેલડી ફરાર થઈ જાય છે. આ સમગ્ર મામલો નજીકલાગેલા સીસીટીવીમા કેદ થઈ ગયો છે. હાલ આ વિડિયો સોશિયલ મિડીયામા વાયરલ થઈ રહ્યો છે.





