28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી :LCBએ વોન્ટેડ બુટલેગર નરેશ ઉર્ફે વાઘા ડામોરને મોડાસા પેલેટ ચોકડીથી દબોચ્યો,6...

અરવલ્લી :LCBએ વોન્ટેડ બુટલેગર નરેશ ઉર્ફે વાઘા ડામોરને મોડાસા પેલેટ ચોકડીથી દબોચ્યો,6 મહિનાથી માલપુર પોલીસને હંફાવતો હતો

0
169

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથધરી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા પેલેટ ચોકડી નજીકથી માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હા માં સંડોવાયેલ બુટલેગર નરેશ ઉર્ફે વાઘા ડામોરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો છેલ્લા છ મહિનાથી માલપુર પોલીસને હાથતાળી આપતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા.

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા માલપુર પોલીસ સ્ટેશનમાં છ મહિના અગાઉ નોંધાયેલ પ્રોહિબીશન ગુન્હાનો આરોપી નરેશ ઉર્ફે વાઘા સુરમા ડામોર(રહે, રાયવાડા-મેઘરજ) મેઘરજ તરફથી નીકળી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ મેઘરજ બાયપાસ પેલેટ ચોકડી નજીક વોચ ગોઠવી બાતમી આધારિત બુટલેગર આવતા કોર્ડન કરી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી માલપુર પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!