29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસામાં સગીર વયના બાળકો મોંઘીદાટ સાયકલ ચોરીના રવાડે ચઢ્યા, માલપુર...

અરવલ્લી : મોડાસામાં સગીર વયના બાળકો મોંઘીદાટ સાયકલ ચોરીના રવાડે ચઢ્યા, માલપુર રોડ પર સાયકલ ચોર ગેંગનો આતંક

0
240

મોડાસાના સનસિટી કોમ્પલેક્ષ કંપાઉન્ડ માંથી સાયકલ ચોરી કરતો સગીર CCTV કેમેરામાં કેદ થયો હતો
જાગૃત નાગરિકોએ એક અન્ય સગીરને સાયકલ ચોરી કરતા ઝડપી પાડી સાયકલ પરત મેળવી હતી

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં સાયકલ ચોરી થવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા શહેરમાં કેટલાક સગીરો મોજશોખ ખાતર ટ્યૂશન ક્લાસીસ અને ઘર બહારથી સાયકલ ચોરી કરતા હોવાની બૂમો ઉઠી છે મોડાસા શહેરના માલપુર રોડ પર સાયકલ ચોરી કરતી ગેંગ સક્રિય થતાં બાળકો અને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે સાયકલ ચોરી કર્યા બાદ સગીરો સાયકલ ભંગારના વેપારીઓને વેચી દઈ રોકડી કરી મોજશોખ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ટાઉન પોલીસ સાયકલ ચોરીના રવાડે ચઢેલ સગીરોને ઝડપી પાડેની લોક માંગ પ્રબળ બની છે.

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ રત્નદીપ સોસાયટી, કાર્તિકેય સોસાયટી અને રવિશંકર માર્ગ ડીપી રોડ પર આવેલ સોસાયટી વિસ્તાર અને ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા દસ-પંદર દિવસમાં ત્રણ મોંઘીદાટ સાયકલની ચોરીની ઘટનાથી શહેરીજનોમાં ફફડાટ વાપ્યો છે સાયકલ ચોરી કરનાર સગીર ગેંગ સ્ટાઈલિસ્ટ અને દસ થી પંદર હજાર રૂપિયાની મોઘીદાટ સાયકલની જ ચોરી કરી રફુચક્કર થઈ રહી છે શહેરના માલપુર રોડ પરની સોસાયટી વિસ્તારમાં સાયકલ ચોર ગેંગે હાહાકાર મચાવ્યો છે સાયકલ ચોરી ગેંગમાં સગીર બાળકો હોવાથી લોકોને શક ન પડતા તકનો લાભ લઇ બિંદાસ્ત સાયકલ ચોરીને ફરાર થઈ રહ્યા છે સાયકલ ચોરીના રવાડે ચઢેલ સગીરો ચોરીની સાયકલ ભંગારમાં વેચી દેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે લોક જાગૃતિથી સાયકલ ચોરી કરતા લોકોના હાથે ઝડપાયેલ સગીરે બાયપાસ રોડ પર આવેલ ભંગાર ની દુકાનમાં ચોરી કરેલ સાયકલ આપી રોકડી કરી લેતો હોવાની કબૂલાત કરી હતી જોકે ચોરીના રવાડે ચઢેલ સગીરને લોકોએ તેની કારકિર્દીને ધ્યાને રાખી જવા દીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!