ગોધરા
ગોધરા તાલુકાના ઓરવાડા પાસે આવેલ પીપળીયા ગામે નદી કિનારે આવેલ ચીભડાની વાડીમાં ચાર જેટલા યુવાનો જઈ રહ્યા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કરતા ચારેય યુવાનો ભાગવા લાગ્યા હતા. જેમાંથી એક યુવાન દીપડાની ઝપેટ આવી જતા પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ગોધરા તાલુકાના ઓરવાડા પાસે આવેલ પીપળીયા ગામના 30 વર્ષીય યુવક પ્રવિણસિંહ મંગળસિંહ પરમાર નદી કિનારે પોતાની ચીભડાની વાડી તરફ જતા હતા.તે સમયે સંતાઈ ને બેસી રહેલા ખૂંખાર દીપડાએ યુવક ઉપર હુમલો કર્યો હતો.યુવક દીપડા ને જોઈ નાસવા જતા દીપડાએ પાછળ થી હુમલો કરી યુવકના પગના ભાગે તથા પંજોમાં ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યો હતો.અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને સારવાર આપી રજા આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યા છે. કે દીપડાનાં હુમલા અનેક વાર બનવા પામ્યા છે. અને દીપડા નો આંતક અવાર નવાર યથાવત હોવાની જાણ વન વિભાગ ને હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. તેવો આક્ષેપ ગ્રામજનોએ વન વિભાગ ઉપર કર્યો હતો.