પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાકણ ફળિયા ગોજારી ઘટના બની છે. જેમા બે વર્ષના બાળકના જન્મદિવસની ઉજવણી કરવામા આવે તે પહેલા જ માતમ છવાયો હતો.વાત એમ હતી કે દિલીપભાઈ ભરવાડ પોતાના બે વર્ષના દિકરા સિધ્ધાર્થના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારી કરતા હતા.તે સમયે ઘરમા બનાવેલી અંડક ગ્રાઉન્ડ ટાંકીમ સિધ્ધાર્થના પડી જવાથી કરુણ મોત નિપજતા જન્મદિવસની ઉજવણી થાય તે પહેલા શોકમા ફેરવાઈ ગયો હતો. આ મામલે પોલીસે એડી નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકના એક દિકરાની મોતના પગલે પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિલીપભાઈ રાજેશભાઇ ભરવાડ કાકણ ફળિયામા પોતાના પરિવાર સાથે રહે છ.તેમના દામ્પત્યજીવનના ભાગરુપે તેમને એક સિધ્ધાર્થ નામનો દિકરાનો જન્મ થયો હતો.સિધ્ધાર્થને બે વર્ષ પુર્ણ થયા હોવાથી પરિવારજનો તેનો જન્મદિવસની ઉજવણીની તૈયારીમાં હતા.તે વખતે પરિવારજનોના ધ્યાન બહાર જતા એક મોટી ઘટના બની ગઈ.જેમા ઘરમા એક પાણીની અંડર ગ્રાઉન્ડ ટાકી આવેલી હતી.તેના પણ લાકડાના પાટીયા મુકેલા હતા.તેવામા સિધ્ધાર્થ રમતો રમતો ત્યા પહોચી જતા તે ટાંકીમા પડી ગયો હતો.જોકે પોતાનો બાળક ન જોવા મળતા તેની શોધખોળ કરવામા આવતા આખરે સિધ્ધાર્થ મૃત અવસ્થામા મળી આવ્યો હતો. આ મામલે પરિવારજનો દ્વારા જે જન્મદિવસની ઉજવણી કરવામા આવાની હતી તે પણ શોકમા ફેરવાઈ ગઈ હતી. પરિવારજનોનુ ધ્યાન બાહર જતા આ ઘટના ઘટી હતી. આ મામલે વેજલપુર પોલીસ દ્વારા એડ઼ી નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, હાલમા પરિવારનો લાડકવાયો ગુમાવતા પરિવારજનોમા શોકની લાગણી છવાઈ ગઈ છે.