37 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીની ખાલી પડેલ જગ્યાથી ખેલ મહાકુંભની ઝોન કક્ષાની 2 રમતો બાકી, કાગડોળે રાહ જોતા રમતવીરો


અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીની જગ્યા ક્યારે ભરાશે?
ખાલી પડેલ જગ્યા પર કોઈને ચાર્જ સોંપાય તો રમતોત્સવ થઈ શકે
ઝોન કક્ષાની 2 રમત બાકી હોવાથી રમતવીરોમાં ભારે નારાજગી

Advertisement

રમતવીરોની પ્રતિભા બહાર લાવવા અલગ-અલગ રમતો માટે રમતોત્સવ શરૂ કરી હતી, જોકે જગ્યાઓ ખાલી પડ્યા પછી, રમતવીરો માટે પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી સ્થિતિનું અરવલ્લી જિલ્લામાં નિર્માણ થયું હોય તેવું સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીની થોડા સમય પહેલા બદલી થતાં હાલ જગ્યા ખાલી પડતાં રમતોત્સવ પર પૂર્ણ વિરામ લાગી ગયું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હાલ પરીક્ષાઓનો સમય ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નું વેકેશન શરૂ થઈ જશે, તે પહેલા અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવે તો તાત્કાલિક ખેલમહાકુંભ ની બાકી રહી ગયેલ ઝોન કક્ષાની 2 રમત પૂર્ણ કરી શકાય.

Advertisement

અરવલ્લી જિલ્લા એ હોકી, ટેબલ ટેનિસ, હેન્ડબોલ મે ખેલાડીઓ આપ્યા છે, આ બધુ શક્ય એટલા માટે બન્યું છે કે અરવલ્લી જિલ્લામાં સમયાંતરે વિવિધ રમતોત્સવ ઉજવાતો હોય છે. પણ અરવલ્લી જિલ્લાના કમનસીબી એવી છે કે, અધિકારીઓની બદલી થતાં કોઈને ચાર્જ સોંપવામાં આવતો નથી, જેની અસર લોકોને ચોક્કસથી થાય છે. આવી જ અસર અરવલ્લી જિલ્લાના રમતવીરોને હાલ થઈ રહી છે. અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીની બદલી થયાને ઘણો સમય વિતી ગયો છે, જોકે હાલ આ જગ્યા ખાલી હોવાથી રમતવીરોની ખેલમહાકુંભ ની ઝોન કક્ષાની બે રમતો અટવાઈ પડી છે. શાળામાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં પરીક્ષા પૂર્ણ થતાં જ ઉનાળા વેકેશન ની શરૂઆત થશે, તો ઝોન કક્ષાની રમતો પૂર્ણ કરવામાં અગવડતા ઊભી થશે તે ચોક્કસ વાત છે. સત્વરે અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીની જગ્યા પૂરવામાં આવે તો ઝડપથી ઝોન કક્ષાની ખેલમહાકુંભ ની રમતો પૂર્ણ થઈ શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!