પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે.અરવલ્લી જીલ્લા સેવા સદન મોડાસા ખાતે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા કલેકટર,અધિક કલેકટર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,ઇએમઓ,ટીએચઓના માર્ગ દર્શન હેઠળ યોજાયેલ મેડીકલ કેમ્પમાં સેવા સદન સ્ટાફના 102 વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો.
જેમાં આરોગ્ય વિભાગ ના તબીબો તેમજ સ્ટાફ દ્વારા ડાયાબિટીસ,બીપી,આંખ, દાંત,મગજ સહિત અન્ય બિમારી બાબતે લેબોરેટરી તપાસ તેમજ સારવાર આપવામાં આવી હતી જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા મેડિકલ કેમ્પનો લાભ લઇ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવે તેવી અપીલ કરી હતી.