ભિલોડા પોલીસે પીડિત ફરિયાદી મહિલા સાથે આરોપી જેવું વર્તન વર્તન કરતા પીડિત ડઘાઈ ગઈ
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ માનવીય અભિગમ અને ફરિયાદીને સહજતાથી મળી રહ્યા છે બીજીબાજુ જીલ્લા પોલીસતંત્ર માં ફરજ બજાવતા કેટલાક પોલિસ અધિકારીઓ અને કર્મીઓ લોકો સામે રોફ જમાવતા હોવાના અનેક કિસ્સાઓ સમયાંતરે બનતા રહે છે ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં એક હવસખોરની છેડતીનો ભોગ બનેલ મહિલાને ફરિયાદ નોંધવવા ભિલોડા પોલીસે ધરમધક્કા ખવડાવતા ભિલોડા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.
ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ખેતરમાં કામ કરતી એક મહિલાને એક કામાંધ બનેલ શખ્સે પાછળથી પકડી લઇ બિભસ્ત હરકતો કરતા મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય એક મહિલા દોડી આવતા આરોપી ફરાર થઈ ગયો હતો કામાંધ બનેલ શખ્સની બેહૂદી હરકતથી ગભરાઈ ગયેલ મહિલા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા જતા પીડિત મહિલા સાથે ફરજ પરના કર્મીએ ગેરવર્તણૂક કરતા અને પીઆઈએ પણ મહિલાને ધમકાવતા મહિલાએ ફરિયાદ નોંધાવવા પોલીસવડાને લેખિત રજૂઆત કરતા આખરે ભિલોડા પોલીસ ફરિયાદ નોંધવા મજબૂર બની ફરિયાદ નોંધી હતી
ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહ પહેલા ખેતરમાં કામકાજ કરતી મહિલા પાસે ગામનો એક શખ્સ પંહોચી જઈ મહિલાને પાછળથી કમ્મરમાંથી પકડી લઇ તુ કેટલાય દિવસથી મારી નજરમાં છે તુ એકલી પડે ત્યારે તારી સાથે શારીરિક સંબધ રાખવો છે અને ના પાડીશ તો જાનથી મારી નાંખેની ધમકી આપતા મહિલા ડરી ગઈ હતી બૂમાબૂમ કરતા નજીકમાં કામકાજ કરતા મહિલાના જેઠાણી દોડી આવતા શખ્સ ફરાર થઈ ગયો હતો મહિલાએ આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતાં ફરજ પરના પોલીસકર્મીએ મહિલાને રાત્રે એક વાગ્યા સુધી બેસાડી રાખ્યા પછી સાહેબ નથી કહી પરત મોકલી દીધી હતી બે ત્રણ વાર ધક્કા ખાધ્યા પછી મહિલાએ પીઆઈ ગરાસિયાને મળતાં તેમણે મગજ પરનો કાબૂ ગુમાવી ઉશ્કેરાઈ જઈ પીડીતાને તુ વારંવાર કેમ આવે છે કહી જેલમાં પુરી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે SPને લેખિત રજૂઆત કરતા DYSPએ ભિલોડા પોલીસને ફરિયાદ નોંધવા આદેશ આપતા ભિલોડા પોલીસ ફેરિયાદ નોંધવાની ફરજ પડી હતી ભિલોડા પોલીસનું ફરિયાદી પીડિતા સાથે આરોપી જેવું વર્તન કાર્યનો આક્ષેપ કરતા ભિલોડા પોલીસ સામે લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો