અરવલ્લી જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીક અરવલ્લી , જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા – 2024 માટે મતદાન જાગૃતિ માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજાય છે. ત્યારે સમગ્ર જીલ્લામાં SVEEP અંતર્ગત બસ સ્ટેન્ડમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા
ભિલોડા તાલુકાની અંદર પ્રાંત અધિકારી ચૂંટણી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી – કોર્ડીનેટર, સી.આર.સી – ટીમ તેમજ વિવિધ શૈક્ષણિક સંગઠનો અને કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આજ રોજ ભિલોડા એસ.ટી.બસ.ટી બસ સ્ટેન્ડ ખાતે લોકોમાં મતદાન જાગૃતિ વધે અને ૧૦૦ ટકા મતદાન થાય તે માટે લોકોને સમજાવી શપથવિધિ યોજવામાં આવી હતી.