NHM કોન્ટ્રાક્ટ હેઠળ કરાર આધારિત ફાર્મસિસ્ટોએ 20 હજાર બેઝિક પગાર અને પગાર વધારાનો અમલ 1 એપ્રિલ 2023થી કરવામાં આવેની ઉગ્ર માંગ
અરવલ્લી જીલ્લામાં NHMના કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારામાં આવ્યા છે જેમ લેબ ટેકનેશિયન અને અને સ્ટાફ નર્સનો બેઝિક પગાર 20 હજાર કરવામાં આવતા અને ફાર્મસિસ્ટનો બેઝિક પગાર 16 હજાર રૂપિયા નક્કી કરવામાં આવતા ફાર્મસિસ્ટ કેડરને અન્યાય થવાને લઈને અરવલ્લી જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી
અરવલ્લી જીલ્લામાં NHMના કોન્ટ્રાક્ટ હેઠળ ફાર્મસિસ્ટ તરીકે વર્ષોથી કરાર આધારિત ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસ કરારથી ફરજ બજાવતા કમર્ચારીઓના પગારમાં છ વર્ષના લાંબા ગાળા બાદ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફાર્માસિસ્ટને સ્ટાફનર્સ અને લેબ ટેક્નીશીયન કરતા નીચલી કેડરને ઘણો ઓછો પગાર નિયત કરતા રાજ્યભરના ફાર્માસિસ્ટ અપમાનિત થયા છે.
અરવલ્લી જીલ્લામાં કરાર આધારિત ફાર્મસિસ્ટ તરીકે ફરજ બજાવતા કર્મીઓએ જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ફાર્માસિસ્ટ, સ્ટાફનર્સ અને લેબ ટેકનીશીયનને વર્ષોથી એક સમાન કેડર ગણીને કાયમી ભરતીમાં એક સમાન પગાર ચુકવવામાં આવી રહ્યો છે. જ્યારે નેશનલ હેલ્થ મિશન દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલ પગાર વધારામાં પણ એક સમાન કેડર ગણીને રૂ 13,000 હજાર બેઝીક પગાર નક્કી કરવામાં આવ્યો છે, તેમ છતાં તાજેતરમાં કરવામાં આવેલ પગાર વધારામાં સ્ટાફનર્સ અને લેબ ટેકનીશીયનને રૂ 20,000 હજાર બેજીક પગાર નિયત કરવામાં આવેલ છે. જયારે ફાર્મસિસ્ટને રૂ 16,000 બેઝીક નક્કી કરી ભેદભાવ કરવામાં આવતા પગાર બાબતેનો ભેદભાવ તાત્કાલિક દૂર કરીને રૂ 20,000 બેઝીક પગાર નિયત કરવાની માગ કરી હતી. ઉચ્ય અભ્યાસ કરેલ ફાર્માસિસ્ટને સ્ટાફનર્સ અને લેબ ટેકનીશીયન કરતા નીચલી કેડર ગણી અપમાન કરેલ છે. ત્યારે સત્વરે અન્યાય દૂર કરી ન્યાય આપવામાં આવેની માંગ કરી હતી