37 C
Ahmedabad
Saturday, May 18, 2024

ઈમાનદારી મહેંગી ચીજ હૈ સાહેબ : મોડાસામાં ફ્રૂટની લારી પર ગ્રાહક હજ્જારો રૂપિયા ભરેલ પર્સ ભૂલી જતા લારી ધારેકે પરત કર્યું


ક્યારેક દરેક વ્યક્તિને આ દુનિયા ખરાબ લોકોથી ભરેલી હોવાનો અહેસાસ થતો હોય છે દરરોજ આપણને ચોરી અને છેતરપીંડીની ઘટનાઓ બનતી હોવાની માહિતી સમાચાર માધ્યમો થકી મળતી હોય છે ત્યારે હજુ દુનિયામાં નૈતિકતા અને પ્રામાણિક લોકોની કમી નથી તેવા ઉદાહરણો પણ સામે આવતા હોય છે મોડાસા શહેરના એક ફ્રુટની લારી ધરાવી રોજીરોટી મેળવવા લારી ધારકે ફ્રુટ ખરીદી કરવા આવેલ ગ્રાહક પર્સ ભૂલી જતા ગ્રાહકને પર્સ પરત કરી ઈમાનદારી હજુ જીવે છે સાબિત કરી દીધું હતું

Advertisement

મોડાસા શહેરના માર્કેટયર્ડના વેપારી સમીર મનાવા રમઝાન માસમાં ફ્રૂટ ખરીદી કરવા માટે દુઘરવાડા ચોકડી નજીક ફ્રૂટની લારી પર પહોંચ્યા હતા ઇફ્તારીની ઉતાવળમાં હજ્જારો રૂપિયા ભરેલ પર્સ ફ્રૂટની લારી પર ભુલી ઘરે જતા રહ્યા હતા વેપારીને બે-ત્રણ કલાક પછી તેમનું પર્સ યાદ આવતા ફ્રુટ સહિત અન્ય માલસામાન ની ખરીદી કરી હતી ત્યાં દરેક સ્થળ પર તપાસ કરી હતી છેલ્લે દુઘરવાડા ચોકડી નજીક ફ્રુટની લારી પર તપાસ કરવા પંહોચાતા ફ્રુટ લારી ધારક ફિરોજ મામુ પાસે પહોચતાં વેપારીએ પર્સ અંગે પૂછપરછ કરતા લારીધારકે પર્સ તેમનું જ છે તે અંગે ચકાસણી કરી પર્સ વેપારીને પરત કરતા વેપારી સમીરભાઈ અને તેમના પરિવારે ફ્રુટની લારી ધારકની પ્રામાણિકતાની સરાહના કરી હતી રોજેરોજ કમાઈને પેટિયું રળતા ફળની લારીવાળાની ઈમાનદારી પ્રામાણિકતા જોઈને લોકોમાં ઈમાનદારી અને પ્રામાણિકતા હજુ પણ જીવિત છે તેવું મોડાસા શહેરીજનોએ જણાવ્યું હતું.સાથે ફળફળાદી ના વ્યવસાય સાથે સંકળાયેલ એક સામાન્ય માણસ ફિરોજભાઈ મામુએ ઈમાનદારીની સુવાસ મોડાસા તેમજ અરવલ્લી જીલ્લામાં પ્રસરાવી હતી .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!