ડિજિટિલ ઇન્ડિયાની વાતો વચ્ચે અરવલ્લી જિલ્લામાં અવાર નવાર બેંકોના એટીએમ બંધ થતા ગ્રાહકોએ ધરમના ધક્કા ખવાનો વારો આવી રહ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત પાલ્લા અને લુસડીયા ગામમાં બેંક ઓફ બરોડાના એટીએમ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓ સહિત લોકો તોબા પોકારી ઉઠ્યા છે એટીએમના ભરોશે ખરીદી કરવા નીકળેલ લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે શામળાજી મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં એટીએમ સત્વરે ચાલુ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે
શામળાજી સહિત પાલ્લા અને લુસડીયા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમને છેલ્લા ત્રણ મહિનાથી ખંભાતી તાળા લગાવવામાં આવતા ત્રણે એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે હાલ લગ્નસરાની અને ઘઉં સહિત મરી-મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે ત્યારે એટીએમ માંથી પૈસા નહીં નીકળતા હોવાથી ગ્રાહકો છતાં પૈસા રૂપિયા મેળવવા દોડાદોડ કરવી પડે છે બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા શામળાજી સહિત પાલ્લા અને લુસડીયા ગામના બંધ એટીએમ સત્વરે ચાલુ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
INBOX :- બેંક ઓફ બરોડાના મેનેજરના જણાવ્યા અનુસાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત પાલ્લા અને લુસડીયા ગામમાં બેંક ઓફ બરોડાના એટીએમને ખંભાતી તાળા અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે એટીએમ કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપી એટીએમ ઝડપથી પૂર્વરત કરવામાં આવશેનું જણાવ્યું હતું