મોડાસાના સર્વોદય નગર (ડુંગરી)ના બુટલેગર મિહિર છારા અને દીપક ઉર્ફે રસેલ સલાટના અડ્ડા પર દારૂ ઠાલવવાનો હતો
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા-મેઘરજ રોડ પર બ્લોકફેક્ટરી નજીક દારૂ ભરેલી બાઇકનું પાયલોટીંગ કરતી પલ્સર બાઈકની પાછળ આવતી બાઈકને ઝડપી પાડી થેલામાંથી 15 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા દારૂનો જથ્થો મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા બે બૂટલેગરોને ત્યાં ઠલવાય તે પહેલાં એલસીબી પોલીસે ઝડપી લીધો હતો દારૂ મંગાવનાર બંને બુટલેગરો ઘરેથી રફુચક્કર થઈ ગયા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા મેઘરજ તરફથી બાઇક પર પેટ્રોલિંગ સાથે વિદેશી દારૂ ભરેલી બાઈક મોડાસા તરફ આવતી હોવાની બાતમી મળતા સાયરા બ્લોક ફેક્ટરી નજીક વોચ ગોઠવી બાતમી આધારિત પાયલોટીંગ કરતી પલ્સર બાઇક અને પાછળ આવતી બાઈકને અટકાવી તલાસી લેતા સાઇન બાઇક ચાલકની પાછળ સવાર બુટલેગર પાસેના કાપડના થેલાની તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ 65 કિં.રૂ.15400/- તેમજ મોબાઈલ અને બાઈક મળી કુલ.રૂ.75 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે ખેપિયા અને વિદેશી દારૂ મંગવાનાર બે બુટલેગરો સહિત 5 સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
INBOX :-વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપી કોણ કોણ વાંચો…!!
1)વિજય વસંત રોત (રહે,દમુણિ-રાજ)
2)શૈલેષ રમણ ડામોર (રહે,જાંબુડી-રાજ)
3)રમણ કાવા ડામોર(રહે,જાંબુડી-રાજ)
*વોન્ટેડ બુટલેગર*
4)મિહિર દીપક છારા
5)દીપક ઉર્ફે રસેલ અમરત સલાટ (બંને,રહે.સર્વોદય નગર-મોડાસા)