ટાઉન પોલીસે આઠ શકુનિઓ પાસેથી 36 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો, પરિવારજનોમાં ઈદ બનાવવાના બદલે શકુનિઓને છોડવવા દોડાદોડી કરવી પડી
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓને ડામવા પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં જુગાર અને વરલી- મટકાના આંકફેરના આંકડામાં અનેક પરિવારો બરબાદી થઈ ચૂક્યા છે મોડાસા ટાઉન પોલીસે રમઝાન ઈદના દિવસે વાગડ ગોડાઉન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગારની બાજી માંડી બેઠેલા 8 જુગારીઓને કોર્ડન કરી દબોચી લઇ તેમની પાસેથી રોકડ રકમ સહિત 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શકુનિઓ ઈદ ના દિવસે લગાવેલ હારજીતની બાજી ઉંધી પડતાં હોશકોશ ઉડી ગયા હતા
મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસે ઈદના તહેવાર નિમિત્તે સઘન પેટ્રોલિંગ હાથધર્યું હતું ટાઉન પોલીસ ટીમ કસ્બા વિસ્તારમાં પંહોચાતા વાગડ ગોડાઉન વિસ્તારની ખુલ્લી જગ્યામાં જુગારીઓ હારજીતની બાજી માંડી બેઠા હોવાની બાતમી મળતા ટાઉંન પોલીસ તાબડતોડ વાગડ ગોડાઉન વિસ્તારની ખુલ્લી જગ્યામાં ત્રાટકી કોર્ડન કરી જુગાર રમતા 1)સરફરાજ કાસમઅલી સૈયદ,2)જાકીરહુસેન રાજજકમિયા કાજી (બંને રહે,વાગડ ગોડાઉન)તેમજ 3)તૌફિકઅલી કાદરઅલી સૈયદ,4)મોહમ્મદ યુનુસ બાબુભાઈ ચૌહાણ,5)મોં.સલીમ ઇશાકભાઈ બાંડી,6)જાવેદહુસેન મુસ્તુફાભાઇ સુથાર,7)સરવરખાન ઉર્ફે શાહરૂખ ઈશારારખાન પઠાણ,8)સહાદત ઉર્ફે સહડતુસેન મોહંમદકસમ દાદુ (તમામ રહે,ભાગોળ ફળી)ને ઝડપી પાડી હારજીતની બાજી પર લગાવેલ અને જુગારીઓની અંગજડતી લેતા મળી આવેલ કુલ. રૂ.10830/- અને મોબાઈલ નંગ-7 મળી કુલ રૂ.36830/-નો મુદ્દામાલ જપ્ત કરી શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોધી જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા હતા શકુનિઓએ પોલીસ પકડથી છૂટવા અનેક ધમપાછડા કર્યા હોવા છતાં નિષ્ફળ રહેતા શકુનિઓના મોતિયા મરી ગયા હતા