સજોડે આત્મહત્યા કરી જીવ ત્યજી દેનાર 19વર્ષીય યુવક અને 22 વર્ષીય યુવતી પંચમહાલ જીલ્લાના કૌટુંબિક પરિવારના
બાયડના પેન્ટરપુરા પંથકમાં પ્રેમી યુવક-યુવતીના પરિવારજનો ખેતરમાં ભાગીયા તરીકે જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પેન્ટરપુરા ગામની સીમમાં ખેતરમાં ઉભા લીમડાના ઝાડની ડાળીમાં લટકી યુવક-યુવતીએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી મૃતક યુવક-યુવતી પ્રેમમાં પાગલ બની ફાની દુનિયાને અલવીદા કરી દેતા બંનેના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો બાયડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી બંનેની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક પ્રેમી યુગક કૌટુંબિક પરિવારના હોવાથી પરિવારના સભ્યો પ્રેમ સંબંધ નહીં સ્વીકારેના ડરથી સજોડે આત્મહત્યા કરી લીધી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જીલ્લાના વડોદર ગામના અને બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂર તરીકે રહેતા કૌટુંબિક પરિવારની 22 વર્ષીય રસીલાબેન વજેસિંહ નાયકા નામની યુવતી અને 19વર્ષીય કૌશિક રતીલાલ નાયકા નામના યુવક વચ્ચે આંખો મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો મૃતક યુવક-યુવતી એક બીજાના પ્રેમમાં પાગલ બની પ્રેમ ને સમાજ કે પરીવાર સ્વીકારશે નહી તેવી લાગણી સાથે બંને ઘર છોડી ફરાર થઈ ગયા હતા અને બાયડના પેન્ટરપુરા ગામની સીમમાં પહોંચ્યા હતા આ દરમિયાન આ જન્મ માં એક થઈ જીવવું શક્ય નહી લાગતા પ્રેમમાં ઓતપ્રોત પ્રેમી પંખીડાએ ગત રાત્રે ખેતરમાં ઉભા લીમડાના ઝાડ સાથે રસ્સી બાંધી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી ઝાડ સાથે યુવક-યુવતી લટકતા જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બાયડ પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી